ગાંધીધામમાં રોડ પર પગપાળા જતા યુવાનને ટ્રેઇલરે હડફેટમાં મોત

accident

copy image

accident
copy image

ગાંધીધામમાં રોડ પર પગપાળા જતા 28 વર્ષીય યુવાનને ટ્રેઇલરે હડફેટમાં મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે  પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદ્રામાં ઝીરો પોઇન્ટ નજીક રહી મજૂરીકામ કરનાર ધીરજકુમાર નામનો યુવાન ગત દિવસે કામ અર્થે ગાંધીધામ આવેલ હતો. હતભાગી રેલવે મથકના ગેટ સામે સર્વિસરોડ પરથી પગપાળા જઇ રહ્યો તે દરમ્યાન માતેલા સાંઢની માફક આવી રહેલ ટ્રેઇલરના ચાલકે તેને હડફેટે લેતાં તેને ગંભીર રીતે ઘાયલ થયેલ હતો. આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે ટ્રેઈલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.