કાંડલા એરપોર્ટથી દિલ્હી અને મુંબઈ માટે સ્પાઈસજેટની ફ્લાઈટ શરૂ થતાંકચ્છના વિકાસને મળશે નવી ઉડાન : સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા

કચ્છના નાગરિકો માટે આનંદના સમાચાર છે કે આગામી તા. ૨૫ ઓક્ટોબરથી કાંડલા
એરપોર્ટ પરથી સ્પાઈસજેટ દ્વારા દિલ્હી અને મુંબઈ માટે હવાઈ સેવા શરૂ થઈ રહી છે. આ
હવાઈ સેવા શરૂ થવાથી કચ્છના નાગરિકો, વેપારીઓ, ઉદ્યોગકારો તેમજ પ્રવાસીઓને
અવરજવરમાં મોટી સુવિધા મળશે અને કચ્છના આર્થિક તથા ઔદ્યોગિક વિકાસને નવી ગતિ
મળશે.
આ ફ્લાઈટ કાંડલાથી મુંબઈ પ્રસ્થાન : સવારે ૧૦:૩૦ કલાકે
કાંડલાથી દિલ્હી પ્રસ્થાન : બપોરે ૩:૦૦ કલાકે
કચ્છના વિકાસ અને હવાઈ જોડાણને વધુ મજબૂત બનાવવાના યશસ્વી વડાપ્રધાનશ્રી
નરેન્દ્રભાઈ મોદીજી આ મહત્વપૂર્ણ કાર્ય બદલ કચ્છ લોકસભાના સાંસદશ્રી વિનોદભાઈ
ચાવડાએ ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય, સંબંધિત વિભાગો તથા સ્પાઈસજેટનો
હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, કચ્છના નાગરિકોને વધુ સારી હવાઈ
સુવિધા ઉપલબ્ધ થાય અને કચ્છનો દેશના મુખ્ય શહેરો સાથેનો સંપર્ક વધુ સુદૃઢ બને તે
દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરો સાથે સીધી હવાઈ
સેવા શરૂ થવાથી વેપાર-વાણિજ્ય, ઉદ્યોગ, પ્રવાસન અને રોજગારની નવી તકોને વેગ મળશે.
કચ્છના સર્વાંગી વિકાસ માટે જન નાયક વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી કેન્દ્ર
સરકારના સતત સહયોગ બદલ આભાર વ્યક્ત કરતાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે
ભવિષ્યમાં પણ કચ્છને વધુ સારી પરિવહન અને હવાઈ સુવિધાઓ પ્રાપ્ત થશે.