ગાંધીધામમાં બાઇક સ્લીપ થતાં યુવાને જીવ ગુમાવ્યો

copy image

ગાંધીધામમાં બાઇક સ્લીપ થતાં યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામમાં દીપક બસિતાની ગેરેજમાં કામ કરનાર જયરામ મંડલ નામનો યુવાન કોઇ ગ્રાહકનું બાઇક લઇને પોતાના મકાન તરફ જઈ રહ્યો હતો તે સમયે બાઇક સ્લીપ થઇ જતાં તે ઘાયલ થયો હતો. તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો પરંતુ સારવાર દરમ્યાન તેનો જીવનદીપ બુઝાયો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ કાયાદેસરની કાર્યવાહી આદરી છે.