અમદાવાદના માંડલના સીતાપુરમાં ધૂળેટીનો પર્વ માતમમાં ફેરવાયો : તળાવમાં ન્હાવા ગયેલ બાળકોના ડૂબી જવાથી મોત

body

copy image

copy image

અમદાવાદના માંડલના સીતાપુર ગામમાં ધૂળેટીનો પર્વ માતમમાં ફેરવાયો હતો. ત્યારે આ અંગે વધુમાં વર્તુળોમાંથી વિગતો સામે આવી રહી છે, સીતાપુર ગામે ધૂળેટીની ઉજવણી બાદ પાંચ બાળકો ઝોલાસર તળાવમાં ન્હાવા ગયેલ હતા. આ સમયે અચાનક ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા જ્યારે અન્ય બે બાળકોને હેમખેમ બહાર કઢાયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્રણેય બાળકોના મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ પહોંચાડવા સહિતની કામગીરી આદરી હતી.