અંજાર-ગળપાદર માર્ગ પર ટ્રેઇલરે બાઇકને હડફેટમાં લેતાં સર્જાયો ગોઝારો અકસ્માત : બાઈકચાલકનું મોત

copy image

copy image

મેઘપર બોરીચી નજીક અંજાર-ગળપાદર માર્ગ પર ટ્રેઇલરે બાઇકને હડફેટમાં લેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં અર્જુનસિંઘ રાજપૂત નામના આધેડનું મોત થયું હતું. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ મેઘપર બોરીચીની વી.વી.એફ. કંપની નજીક સર્વિસરોડ પર બન્યો હતો. આ કંપનીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે કામ કરનાર નિવૃત્ત આર્મીમેન એવા અર્જુનસિંઘ બાઇક લઈ જઈ રહ્યા હતા તે સમયે ટ્રેઇલરના ચાલકે તેમને હડફેટમાં લેતા આધેડ ગંભીર રીતે ઘાયલ થયો હતો. હતભાગીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા સરવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. પોલીસે ટ્રેઇલરચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરરી આગળની વધુ તપાસ આરંભી છે.