ચોપડવા બ્રિજ નજીક વીજલાઈનની મરમંત અર્થે ગયેલ વીજકર્મીને વીજશોક લાગતાં મોત

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ ચોપડવા બ્રિજ નજીક વીજલાઈનની મરમંત અર્થે ગયેલ વીજકર્મીને વીજશોક લાગતાં તેનું મોત નીપજયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વીજ કચેરીમાં કામ કરનાર સચિન સોલંકી તથા અન્ય એક કર્મી આજે સવારે 11 કેવી વીજલાઈનની મરંમત કરવા ગયેલ હતા. તેઓ જુદા-જુદા થાંભલા પર પોતાનું કામ કરી રહ્યા હતા તે સમયે અચાનક સચિન સોલંકીને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો, જેમાં તે સાથળ, પેટમાં ગંભીર ઈજાઓ સાથે સળગી જતાં આ યુવાનનું મોત થયું હતું. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કી મરંમત વેળાએ  વીજ કરંટ ચાલુ હતો કે બાદમાં ચાલુ કરાયો હતો તેમજ કર્મચારીને વીજશોક કેવી રીતે લાગ્યો તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આરંભી છે.