શું તમે હેપી છો…? હા એકસોને દસ ટકા……
શું તમે હેપી છો…? હા એકસોને દસ ટકા……
હમણાં જ હેપીનેસ-ખુશીની વૈશ્વિક યાદી બહાર પડી. ભારત કરતાં પાકિસ્તાન - પેલેકટાઈન – યુકે – નેપાળ જેવા દેશો હસી ખુશીમાં આગળ છે. કુછ બાત હજમ નહીં હોતી દોસ્તો ! હસી ખુશીમાં આપડે આગળ છીએ....મજાક નથી કરતાં અમે..... કોઈ પણ ભારતીય ખુદ પર હસી શકે છે. તમે આ સવાલ તમને ખુદને જ પૂછશો કઈ કેટલા ગમ બોઝ હશે પણ અમે તમને હસતાં જોઈએ જ છીએ ને...! હા મિત્ર રવિ વક્તની આટલી બધી માર ખાઈને પણ તમને ખડખડાટ હસતા અમે જોયા છે. કોઈ શક ? લો હમણાં જ મિત્ર મહાજન મળ્યા બચપણથી સમયની લાઠીએ તેમને બરોબરના ધિબેડ્યા છે. મિત્રો કાયમ છેતરતા હોય છે. પણ મહાજન હશે છે ત્યારે આપણે એમ લાગે મહાજનને સમયની મારઝૂડ વચ્ચે પણ હસતાં આવડે જ છે. આ વાત ડંકાની ચોટ પર છે.
કદાચ તમો કહેશો તમે નસીબદાર છો....બધા કઈ હસીખુશી માટે નસીબ વાળા નથી હોતા. લો નસીબ અમે તમને સુપરત કર્યું. તો મારો ઠહાકા...છેલ્લે કઈ નહીં તો મંદમંદ પણ મુશ્કાઈ લેજો. હસી લેજો અને ઈશ્વરને કહેજો ધન્યવાદ !
HJ સોની – એડિટર