તડીપાર થયેલ આરોપી શખ્સને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે દબોચ્યો

copy image

ગાંધીધામ બી ડિવિઝન પોલીસે તડીપાર થયેલ ભોજાભાઈ મેઘાભાઈ ભટ્ટી નામના આરોપી શખ્સને દબોચી લીધો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પકડાયેલ આરોપી શખ્સને નવ માસ અગાઉ સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ-ભચાઉ દ્વારા હુકમ નંબર 10/23 તારીખ 03/04/2024થી કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી અને બનાસકાંઠા જિલ્લાઓની હદમાંથી એક વર્ષ માટે તડીપાર કરાયો હતો. કચ્છ જિલ્લાની હદમાં કોઈપણ સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વિના આરોપીએ પ્રવેશ કરેલ હોતા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી જેમાં તેને ગાંધીધામ કાર્ગો વિસ્તારમાંથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.