નખત્રાણા નગરપાલિકા દ્વારા ગટર સમારકામ માટે ખોદવામાં આવેલા ખાડાઓ લોકમાટે મુશિબતરૂપ

image-196

copy image

copy image

નખત્રાણા નગરપાલિકા દ્વારા ગટર સમારકામ માટે ખોદવામાં આવેલા ખાડાઓથી લોકોની મુશીબતોમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે નગરમાં ઠેર-ઠેર ખુલ્લા પડેલા ખાડાઓ અને અવ્યવસ્થિત રીતે પુરાણ કરાયેલા સ્થળો લોકો માટે જોખમરૂપ પુરવાર થઈ રહ્યા છે. ત્યારે બે જુદા જુદા સ્થળે આ ખાડાઓના કારણે અકસ્માત સર્જાયા હતા. રાઠોડ હોસ્પિટલ પાસે એક બોલેરો જીપ ખાડામાં ફસાઈ હતી ઉપરાંત વથાણ વિસ્તારમાં એક આંખલો ખાડામાં પટકાયો હતો.સૂત્રોનું કહેવું છે કે, નગરપાલિકાના કર્મચારીઓની બેદરકારીના કારણે આ સમસ્યા સર્જાઈ છે. મનફાવે તેમ ખાડા ખોદીને યોગ્ય પુરાણ કર્યા વગર જ છોડી દે છે.  જાહેર માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં આવા ખાડાઓના કારણે વારંવાર દ્વિચક્રી વાહનો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. બેદરકારીના કારણે રસ્તાઓને નુકસાન થાય છે અને વાહનચાલકોના જીવ જોખમે ચડી રહ્યા છે.