“માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ ચોરીના વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલી મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ નાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ થયેલ ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધવા અને આવી પ્રવુત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને,

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન. ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વાય.કે.પરમાર સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. પંકજભાઇ કુશ્વાહા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓ કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. પંકજભાઇ કુશ્વાહાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, માંડવી પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૭૫/૨૦૨૩ આઇ.પી.સી. ક. ૩૭૯ મુજબ ગુનો રજીસ્ટર થયેલ જે ગુનામાં ગયેલ મુદ્દામાલ હાલે આરીખાણા ગામ મધ્યે એક ઇસમ પાસે છે જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમના રહેણાકે ચોરીમાં ગયેલ લોખંડનો દરવાજો મળી આવેલ જે બાબતે મજકુર ઇસમ પાસે કોઇ આધાર પુરાવા હોય તો રજુ કરવા જણાવેલ જેથી મજકુર ઇસમે જણાવેલ કે આ લોખંડનો દરવાજો મે બે વર્ષ પહેલા અરજણભાઇ વરચંદભાઇ રહે. ખેંગારપર તા. રાપર વાળા પાસેથી વેચાતો લીધેલ હોવાની હકીકત જણાવેલ. જેથી સદરહુ બાબતે ખરાઇ કરાવતા માંડવી પો.સ્ટે. ખાતે ગુન્હો રજીસ્ટર થયેલ હોવાની હકિકત જણાઇ આવેલ જેથી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

  • કબ્જે કરેલ મુદામાલ

► લોખંડનો દરવાજો વજન આશરે ૨૦૦ કીલો, કી.રૂા. ૨૬,૦૦૦/-

  • પકડવાનો બાકી આરોપી

અરજણભાઇ વરચંદભાઇ રહે. ખેંગારપર તા. રાપર

  • શોધી કાઢેલ ગુનો

માંડવી પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૭૫/૨૦૨૩ આઇ.પી.સી. ક. ૩૭૯ મુજબ