માંડવી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના ડીઝલ તથા પ્રેટ્રોલના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન. ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વાય.કે.પરમાર સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લીલાભાઇ રબારી તથા મુળરાજભાઇ ગઢવીનાઓ માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન લીલાભાઇ રબારી તથા મુળરાજભાઇ ગઢવીનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, મોઢવા ગામમાં રહેતો ફારુક ફતેમામદ ભટ્ટી પોતાના રહેણાક મકાનના વરંડામાં ગેરકાયદેસર રીતે ડીઝલ તથા પેટ્રોલનો જથ્થો રાખેલ છે તે ચોરી કે છળકપટથી મેળવેલ છે. અને તે આ ડીઝલ તથા પેટ્રોલનો જથ્થો તે સગેવગે કરવાની ફીરાકમાં છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા ૫૧૦/- લીટર ડીઝલ તથા ૮૦/- લીટર પેટ્રોલ મળી આવેલ જે બાબતે કોઇ બીલ કે આધાર પુરાવા માંગતા મજકુરે કોઇ આધાર પુરાવા રજુ કરેલ નહી. જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ માંડવી મરીન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ.
- કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ્લે રૂ.૫૩,૪૨૦)
- ૫૧૦ લીટર ડીઝલ કી.રૂા. ૫૪,૯૦૦/-
- ૮૦ લીટર પેટ્રોલ કી.રૂા. ૭,૫૨૦/-
- પકડાયેલ ઇસમ
ફારુક ફતેમામદ ભટ્ટી ઉ.વ. ૨૬ રહે.મોઢવા તા.માંડવી