ગાંધીધામમાંથી રૂા. 13,400ની રોકડ સાથે જુગાર રમતી આઠ મહિલાઓ ઝડપાઈ

copy image

ગાંધીધામમાંથી રૂા. 13,400ની રોકડ સાથે જુગાર રમતી આઠ મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામમાં નવી સુંદરપુરી મુસ્તફા ચોકમાં અમુક મહિલાઓ ગંજી પાનાં વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહી છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પરથી રૂા. 13,400ની રોકડ સાથે જુગાર રમતી આઠ મહિલાઓને રંગે હાથ ઝડપી પાડી હતી. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.