નાગોર રોડ પરથી ટાયર રિટ્રેકિંગના કારખાનામાંથી  3.79 લાખના સાધનોની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ

copy image

copy image

  નાગોર રોડ પરથી ટાયર રિટ્રેકિંગના કારખાનામાંથી 3.79 લાખના સાધનોની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ નાગોર રોડ પર ફરિયાદીનું કારખાનું આવેલું છે. જેમાંથી ગત જાન્યુઆરીથી આજ દિન સુધી ત્રણ માસના સમયગાળા દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈશમો ટાયર રિટ્રેકિંગ કરવાના અલગ-અલગ સાધનો જેની કુલ કિં. રૂા. 3,79,100ની ચોરી કરી ફરાર થઈએ ગયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.