બસ મુસાફરી દરમ્યાન યુવાનનો ફોન સેરવઈ જતાં ફરિયાદ નોંધાઈ

copy image

copy image

ગાંધીધામના વિસનગરમાં રહેતા એક યુવાનનો ફોન બસ મુસાફરી દરમ્યાન ગાયબ થતાં  પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વિસનગરમાં રહેનાર ફરિયાદી એવો નીરવ દીપક પટેલ નામનો યુવાન કામ અર્થે ભુજ આવ્યો હતો. બાદમાં ભુજ-વિસનગરની બસમાં સવાર થઇ પરત જઇ રહ્યો હતો. મુસાફરી દરમ્યાન અંજારમાં તેણે ફોનનો ઉપયોગ કર્યો હતો. બાદમાં ગાંધીધામથી બસ ઉપડી ત્યારે આ યુવાનનો ફોન ગાયબ જણાયો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.