ટેમ્પામાં બનાવેલા છુપા ખાનામાં સંતાડેલો શરાબનો જથ્થો પકડાયો

સાવલી નગરમાંથી પસાર થતા એક ટેમ્પોને રોકી સ્ટેટ વિજીલન્સે ચેકિંગ કરતા શરાબની ૨૦૩૬ નંગ બોટલો, ટેમ્પો અને રોકડ મળી કુલ ૫,૧૧,૬૪૦ નો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની અટકાયત કરી છે. મધ્યપ્રદેશથી શરાબનો જથ્થો ભરીને એક ટેમ્પો રાજકોટ તરફ જાય છે. તેવી બાતમીના આધારે સ્ટેટ વિજીલન્સની ટીમે સાવલીમાં વોચ ગોઠવી હતી. દરમિયાન ભાદરવા ચોકડીએથી પસાર થતાં ટેમ્પોને રોકી તેમાં તપાસ કરતાં બેઠકની નીચે અલગ બોક્ષ બનાવી સંતાડી રાખેલી શરાબની પેટીઓ ૩૧ નંગ મળી હતી. કુલ ૨૦૩૬ નંગ બોટલોમાં રૂ.૨,૦૩,૬૦૦ નો શરાબ તેમજ ટેમ્પો રૂ.૩ લાખ, એક મોબાઇલ રૂ.૫૦૦ અને અંગજડતીમાં ૧૭,૫૪૦ મળી કુલ ૫,૧૧,૬૪૦ નો મુદ્દામાલ જપ્ત  કર્યો હતો. ટેમ્પો ચાલક પૃથ્વીરાજ ઉર્ફે ભરતવેણીરામ ઝાટ(રહે. સુરખંડ ગામ તા.વડેસર જી. ચિતોડ ગઢ રાજસ્થાન) ની અટકાયત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ટેમ્પોમાં બેઠકની નીચે અલગ બનાવેલ બોક્સમાં શરાબની પેટીઓ મળતા પોલીસ અવાક થઇ ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *