અંકલેશ્વરના નવા કરારવેલ ગામે ગત તારીખ-૨૬-૧-૧૯ના અંકલેશ્વર તાલુકા પોલીસે બાતમીના આધારે નવા કરારવેલ ગામે રેડ પાડી ૪૨૧ નંગ વિદેશી દારૂની બોટલો મળી કુલ ૭૬ હજારથી વધુનો મુદ્દામાલ પકડાયો હતો. પોલીસની રેડ દરમિયાન બુટલેગરો પલાયન થઇ ગયા હતા. તે દરમિયાન સોનગઢ પોલીસે મહારાષ્ટ્રના નવાપુરના નવા ફળિયામાં રહેતા કુખ્યાત બુટલેગર પીન્ટુ ઉર્ફે ગોરખભાઈ ભીમરાવ બડોગેની પ્રોહીબીશન એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. તેની વધુ પૂછપરછ કરતા તેણે અંકલેશ્વરના નવા કરારવેલ ગામે વિદેશી દારૂના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલો હોવાનું કબુલ કરતા પોલીસે અંકલેશ્વર તાલુકા પોલીસે જાણ કરતા અંકલેશ્વર રૂરલ પોલીસે તેની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.