Skip to content
ગાંધીધામ શહેરના સેકટર નંબર પાંચ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી પાંચ શખ્સોને ર૬,૩૦૦ ની રોકડ સહિત ૩૬,૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સથવારા કોલોનીના પ્લોટને પ૧૭ માં નરસી દામજી પટેલના ઘરમાં ચાલતા જુગારધામ પરબી ડિવીઝન પોલીસે દરોડો પાડી અંબાવી હરજી પટેલ , શિવજી ચના સથવાર, કરશન રવજી સથવારા, ભોગીલાલ માવજી પટેલ, નરસી દામજી પટેલને રોકડા રૂપિયા ર૬,૩૦૦ તથા ર મોબાઈલ કિંમત રૂ. ૧૦,000 એમ ૩૬,૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.