બોરસદની આણંદ ચોકડી પાસે ટ્રેકટર હડફેટે બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મૃત્યુ

બોરસદ શહેરની આણંદ ચોકડીએ આણંદ તરફ જવાના રસ્તા ઉપર સવારના અરસામાં પુરપાટ ઝડપે જતાં ટ્રેક્ટરે બાઈકને ટક્કર મારતા વધુ સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ નિજાપ્યું હતુ. આ બાબતે બોરસદ શહેર પોલીસે ટ્રેક્ટરના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તજવીજ હાથ ધરી છે. અકસ્માતની મળતી વિગતો પ્રમાણે વાંછીયેલ ગામે રહેતા ભરતભાઈ રઈજીભાઈ ઠાકોર (ઉ. વ. ૨૪)વિદ્યાનગરની જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં નોકરી કરે છે. સવારના અરસામાં તે પોતાનું બાઈક નંબર જીજે ૨૩ એજી ૯૭૦૪ નું લઈને નોકરી પર જવા નીકળ્યો હતો. સવારના અરસામાં બોરસદની આણંદ ચોકડીથી આણંદ તરફ જતો હતો. ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલા ટ્રેક્ટરે ટક્કર મારતાં ભરતભાઈને પેટ, ગુપ્ત ભાગ, તથા પગના બન્ને થાપાઓ ઉપર ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.  ત્યાંથી વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસીને મૃત જાહેર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *