દયાપરમાં સાનધ્રો ડેમમાં ન્હાવા ગયેલ 17 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત

body

copy image

copy image

લખપત ખાતે આવેલ દયાપરમાં સાનધ્રો ડેમમાં ન્હાવા ગયેલ 17 વર્ષીય કિશોરનું ડૂબી જવાના કારણે મોત નીપજયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ લખપતના દયાપરમાં જામા મસ્જિદની બાજુમાં રહેતો 17 વર્ષનો તરુણ ગત દિવસે બપોરના સમયે સાનધ્રો ડેમમાં ન્હાવા ગયો હતો તે સમયે કોઈ કારણે ત્યાં ડેમમાં ડૂબી ગયો હતો. બનાવ અંગે જાણ થતાં રાતે તેને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી આદરી છે.