ગાંધીધામમાં 37 વર્ષીય યુવાનનો આપઘાત

suicide

copy image

suicide
copy image

  ગાંધીધામના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં 37 વર્ષીય શખ્સે ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા હતભાગીએ ગત સાંજના સમયે જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગી ઘરે હતો તે સમયે કોઈ અકળ કારણોસર પાઇપમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસે આ બાણાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.