ગાંધીધામ ખાતે આવેલ પડાણા નજીક લાકડાંના બેન્સામાં ભભૂકી ઉઠેલી આગ મોડી રાત્રે કાબૂમાં આવી : અંદાજિત 30 કરોડનું નુકશાન

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ગાંધીધામ ખાતે આવેલ પડાણા નજીક લાકડાંના બેન્સામાં ભભૂકી ઉઠેલી આગથી બાજુમાં કસ્ટમ બોન્ડેડ વેરહાઉસમાં રહેલા લાકડાં પણ સળગી ગયેલ હતા. બનાવને પગલે લાખો લિટર પાણીના મારા બાદ મોડી રાત્રે કાબૂમાં આવી હોવાનું સામે આવ્યું છે. આજે સવારે પણ અમુક અગ્નિશમન બોલાવવામાં આવેલ હતા. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે આ આગના બનાવમાં ત્રિસેક કરોડનું નુકસાન થયું હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ મામલે પોલીસ મથકે જાણ હજુ સુધી કોઈ જાણ ન કરવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા છે. પડાણા નજીક આવેલા લાકડાંના બેન્સામાં ગઈકાલે બપોરે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આ બનાવને પગલે અગ્નિશમન દળોના ફાયર ફાઈટરોએ લાખો લિટર પાણીનો મારો ચલાવ્યો હતો. ઉપરાંત આસપાસમાં આવેલા પેટ્રોલપંપ સુધી આગ ન પ્રસરે તે માટે અન્ડરગ્રાઉન્ડ ટાંકાઓને ઠંડા રાખવા કવાયત હાથ ધરવામાં આવેલ હતી. વાધુમાં માહિતી મળી રહી છે કે, આ વિકરાળ આગથી કસ્ટમ બોન્ડેડ વેરહાઉસમાં રાખેલા જુદી-જુદી પાર્ટીઓના લાકડાં પણ બળીને ભશ્મ થયા હતા. ઉપરાંત જીએસટી ભર્યા વગરના તથા કસ્ટમે પકડેલા લાકડાં અહીં રાખવામા આવેલ હોવાનું બહાર આવ્યું હતું.