માંડવીના મોટા લાયજાની દીમાંથી ફરી મોટાપાયે રેતીની ચોરી થતાં ફરિયાદ ઉઠી
મોટા લાયજાની દીમાંથી ફરી રેતીની ધૂમ ચોરી શરૂ થઈ હોવાની ફરિયાદ હોવાની સામે આવી રહી છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અહીથી ભૂતકાળમાં કમસેકમ બે કરોડ રૂપિયાની રેતીની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું તેવા માંડવી તાલુકાનાં મોટા લાયજા ગામની નદીમાંથી ફરી મોટાપાયે રેતીની ચોરી થઈ રહી હોવાની ફરિયાદ ખુદ સત્તાપક્ષના આગેવાનો દ્વારા આધાર-પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર અગાઉ તેમણે કરેલી ફરિયાદ અન્વયે ખાણખનિજ ખાતાએ તપાસ કરીને આ સ્થળેથી ઓછામાં ઓછી બે કરોડ રૂપિયાની રેતીની ચોરી થયાનો અહેવાલ સત્તાવાર રીતે પોલીસને આપ્યો હતો. બાદમાં પોલીસ દ્વારા જવાબદારો સામે લાંબા સમયથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જ્યાં હાલમાં ફરી રેતીની ચોરી શરૂ થઈ ગઈ હોવાનું સામે આવતા માંડવી પોલીસને લેખિત ફરિયાદ કરવામાં આવેલ છે. ત્યારે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે ફરિયાદ આપવામાં આવેલ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.