રાપર ખાતે આવેલ જાટાવાડામાં ખેતમજૂરીના પૈસા માગતાં ફરિયાદી પર હુમલો
copy image

રાપર ખાતે આવેલ જાટાવાડામાં ખેતમજૂરીના પૈસા માગતાં આરોપી શખ્સે ધોકા વડે હુમલો કરી દીધો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. વધુમાં સૂત્રોના જણાવ્યા અનુસાર આ બનાવ અંગે રાપરના ગોવાપરામાં રહેનાર અમરશી સામા કોળી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ફરિયાદી અને આરોપી જાટાવાડાની સીમમાં આવેલા આરોપીના ખેતરમાં એરંડા કાપવા ગયા હતા. જ્યાં એરંડાનું રખોપું કરતી વખતે ફરિયાદીએ મજૂરીના પૈસા 400ની માગણી કરતાં આરોપી ઈશમે ઉશ્કેરાઈ જઈ અને આ યુવાન ઉપર હુમલો કરી દીધો હતો. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ યુવાન ઇજાઓના કારણે બેભાન થઇ આખી રાત ત્યાં પડયો હતો. બીજા દિવસે સવારે તેની શોધ કરી અને 108 મારફતે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. આં બનાવ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.