ચાલુ ટ્રેનમાં મુસાફરે ફેંકેલી પાણીની બોટલ છાતીમાં વાગતાં 14 વર્ષીય કિશોર ઢળી પડ્યો : હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરાયો

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે રાજ્યના વેરાવળ શાપરમાંથી ગત દિવસે પસાર થયેલી ટ્રેનમાં સવાર એક મુસાફરે જોરથી બહાર પાણીની બોટલ ફેંકી હતી, જે સીધી છાતીમાં વાગતાં તરૂણ મૃત્યુ નિપજયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મધ્યપ્રદેશનાં સંતોષભાઈ ગોડઠાકર શાપરનાં ગણેશનગર વિસ્તારમાં રહે છે અને કારખાનામાં મજૂરી કરે છે. તેનો 14 વર્ષીય પુત્ર બાદલ ગત દિવસે અન્ય ચારથી પાંચ મિત્રો સાથે શાપરમાં આવેલા મસ્કત ફાટક તરીકે ઓળખાતા વિસ્તારમાં ગયેલ હતો જ્યાથી પરત ફરતી વેળાએ રેલવે ટ્રેક નજીક બાદલ અને તેનાં મિત્રો બેઠા હતાં. આ ટ્રેન વેરાવળ – બાંદ્રા પસાર થઈ હતી. તે સમયે આ ટ્રેનમાં બેઠેલા અજાણ્યા મુસાફરે જોરથી પાણીની બોટલ બહાર ફેંકી હતી. જે સીધી બાદલની છાતીનાં ભાગે વાગતાં તે ત્યાં જ ઢળી પડયો હતો. આ કિશોરને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં  ફરજ પરનાં તબીબે તેને મૃત જાહેર કરતા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં ચાલુ ટ્રેનમાંથી એક મુસાફરે ફેંકેલી પાણીની બોટલ છાતીમાં વાગતા બાદલ ઢળી પડયાનું સામે આવ્યું હતું.