મૃત સસલાં વેચવા ગયેલ બે શખ્સોને પોલીસે દબોચ્યા
copy image

સૂત્રો જણાવી રહ્યા છે ગત રાત્રે બે શિકારી મૃત સસલાં વેચવા ગયેલ બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અબડાસા ખાતે આવેલ ગુડથર વિસ્તારમાંથી સસલાં વન્યજીવ-2નો શિકાર કરી તેને વેચવાના ઇરાદે પિતા-પુત્ર નખત્રાણાના બસ સ્ટેશન નજીક આવેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પરથી બંને આરોપી શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસયરની કાર્યવાહી હાથ ધરી છે.