કાર ધ્વારા અકસ્માત કરી છ શખ્સોને ગંભીર તેમજ સામાન્ય ઇજા કરી નાસી જનાર કાર ચાલકને રાજસ્થાન ઉદેપુર ખાતેથી ધરપકડ કરતી ‘એચ’ ટ્રાફિક પોલીસ, અમદાવાદ

બાપુનગર વિસ્તારમાં નબીરાઓએ મસાલો ખાવા બાબતે તેમજ રૂ.૧૦૦૦/- ની લેતીદેતી બાબતે ઝઘડો તકરાર કર્યા બાદ લોકો ભેગા થઇ જતા એકબીજાથી બચવા માટે ભાગદોડ થયેલ આ દરમ્યાન આરોપી કાર નં.GJ-27, EE-1289 નો ચાલક પોતાના કબજાની કાર પુરઝડપે રિવર્સમા ચલાવી સાહેદ વિજય પદ્મશાળીને તથા હિતેન હર્ષદભાઇ પરમારને કારથી ટક્કર મારી વિજયને ડાબા પગના ઘુંટી ઉપર ફેક્ચરની તથા હિતેનને શરીરે નાની મોટી ઇજાઓ કરી પોતાની કાર આગળના ભાગે ચલાવી આગળથી પાછી વાળી ફરીથી પોતાની કાર પુરઝડપે, બેદરકારી તેમજ ગફલતભરી રીતે ચલાવી અન્ય ચાર જેટલા ઇસમો શ્રી રાજનસિંગ રાજપુત તથા સાહેદ રોહિતસિંહ રાજપુત તથા મોહિત રાજપુત તેમજ કલ્પેશભાઇ પરમારને તેની કારથી ટક્કર મારી ઉડાડીને શરીરે ડાબા હાથના કાંડા ઉપર તથા કલ્પેશ પરમારને જમણા હાથના કાંડા ઉપર ફેકચરની ગંભીર ઇજાઓ તથા સાહેદ રોહિત તથા મોહિતને શરીરે સામાન્ય ઇજાઓ કરી તેની કાર લઇ ભાગી ગયેલ જે પો.કમિ.શ્રી ટ્રાફિક અમદાવાદશહેર તથા ના.પો.કમિ.શ્રી ટ્રાફિક પુર્વ અમદાવાદ શહેર તથા મ.પો.કમિ.શ્રી ટ્રાફિક “ક* વિભાગ અમદાવાદ શહેર નાઓના માર્ગદર્શન હેઠળ અકસ્માતમાં સંડોવાયેલ કાર ચાલકની તપાસ કરતા અકસ્માત કરનાર કાર ચાલક હેમંતસિંગ ઉર્ફે કરણસિંગ ભુરસિંગ રાજપુત (ડુલાવત) ઉ.વ.૨૧ રહે.૪/૩૫ ગુ.હા.બોર્ડ ગોળલીમડા જનરલ હોસ્પીટલ પાસે બાપુનગર અમદાવાદ શહેરનો હોવાનું જણાઇ આવેલ જેથી તેના રહેણાંક મકાને તેમજ તેની બેઠક ઉઠકની જગ્યાએ વસ્ત્રાલ વિસ્તારમાં તપાસ કરતા તે મળી આવેલ નહી અને સદરી આરોપીને પોતાને પોલીસ શોધી રહી છે તેવી હકિકત મળતા તે તેના સાથી મિત્ર તરુણ ઇશ્વરભાઇ શુકલા સાથે ગુનામા સંડોવાયેલ પોતાની ઉપરોક્ત કાર લઇ પોતાના વતન રાજસ્થાન ઉદેપુર ખાતે નાસી ગયેલ ત્યારબાદ ઉપરોક્ત આરોપી તથા તેનો મિત્ર તરુણ શુક્લ અકસ્માતમાં ઇજા પામનારના સગાસંબંધીઓને ધમકીઓ આપતા હોય જે બાબતે બાપુનગર પોલીસ સ્ટેશનમાં પણ અલાયદી ફરિયાદ દાખલ થયેલ જેથી સદરી આરોપીની ખાનગી રાહે બાતમી હકિકત મળતા ‘એચ’ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી એ.વાય.પટેલ તથા ‘એચ’ ટ્રાફિક પોલીસ સ્ટેશનની ટીમ રાજસ્થાન ઉદેપુર ખાતે જવા સારૂ ઉપરી અધિકારીઓની મંજુરી મેળવી ગઇ કાલ તા.૦૨/૦૪/૨૦૨૫ ના રોજ રાત્રીના રાજસ્થાન ઉદેપુર ખાતે જઇ ગુનામા સંડોવાયેલ આરોપીઓને મેળવી અત્રેના ‘એચ’ ટ્રાફિક પો.સ્ટે.લાવી અકસ્માતના ગુનામાં સંડોવાયેલ આરોપી હેમંતસિંગ ઉર્ફે કરણસિંગ ભુરસિંગ રાજપુત (ડુલાવત) ને આજ રોજ તા.૦૩/૦૪/૨૦૨૫ ના રર /૦૫ વાગે ધરપકડ કરેલ છે તેમજ સદરી આરોપી તથા તેના સાથી મિત્ર તરૂણ શુક્લને બાપુનગર પોલીસ સ્ટેશનના ગુનાના કામે બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે. સદર કામગીરીમાં એચ’ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી એ.વાય.પટેલ તથા અ.હે.કો.સુરેન્દ્રકુમાર નાનજીભાઇ તથા પો.કો.વાલજીભાઇ વિરમાભાઇ તથા પો.કો. પ્રદિપસિંહ હઠીસિંહ નાઓએ પ્રશંસનીય કામગીરી કરેલ છે.

રિપોર્ટ બાય : અશ્વિન લિંબાચિયા, અમદાવાદ