કચ્છમાં દબાણકારો બન્યા બેફામ…..એમના વિરુદ્ધ શું કાર્યવાહી જરૂરી નહીં….???

copy image

copy image

વર્તુળોમાંથી માહિતી મળી રહી છે કે, કચ્છમાં જમીન દબાણની ગેરપ્રવૃત્તિ અત્યંત વધી રહી છે તેમજ શહેર હોય કે ગામડું દબાણકારો જાણે બેકાબૂ બની અને જ્યાં મોકાની જમીન કબ્જે કરી લેવાતાં હવે સરકારે પણ લાલ આંખ બતાવવાનું શરૂ કર્યું છે.? ત્યારે માહિતી મળી રહી છે કે, જિલ્લા વહીવટી તંત્ર વધુ કડક બન્યું છે ને આગામી ૧૫મી એપ્રિલથી સમગ્ર કચ્છમાં દબાણો હટાવવા મહાઝુંબેશ હાથ ધરવામાં આવશે? કચ્છના શહેરો, ગાંધીધામ માટેની ગૌચર જમીનને પણ લોકોએ મૂકી નથી? જિલ્લા કલેક્ટર આનંદ પટેલનું કહેવું છે, શહેર, મહાનગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધી ૫૦૦૦ પેશકદમી તારવાઇ તમામ જમીનો ખુલ્લી કરાવાશે. ત્યારે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે પ્રાંત અધિકારીઓને અગ્રતાક્રમે કયા બાંધકામ તોડવા અંગેની સૂચનાઓ આપવામાં આવી છે. ઉપરાંત પોલીસને પણ સતર્ક કરી દેવાઇ છે. ?ગામડાઓમાં જિલ્લા પંચાયત વિભાગે ખાસ દબાણ શાખા પણ શરૂ કરી છે, જ્યાં ૩૦૦૦ સ્થળે દબાણ થયેલું છે, તેવું સત્તાવાર રીતે ચોપડે બોલે છે?

વધુમાં લોકોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ ખાતે આવેલ મીરજાપર ગામે આવેલ મોટી સંખ્યામાં દબાણ હોય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભુજ અને માધાપર મીરઝાપર અને સુપર ગૌચર જમીન ઉપર બહુ મોટું દબાણ થયેલ હોય તેરા બળદિયા નારણપર ભારાપર મોટા મોટા જૂથ દબાણ કરવામાં આવેલ છે? લાખો એકળ જમીન ગૌચરના નામે બોલે છે. પરંતુ વાસ્તવમાં આવી જમીનો પર મોટી મોટી બિલ્ડીંગો ખડકી દેવામાં આવી છે.? આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને દબાણો દૂર કરવામાં આવે તો ગાયો પોતાની જગ્યા પર બેસે અને તેમણે લીલો ચરો મળે પણ રોડ પર આવી ગયેલ હોય ગાયું પણ લીલા ઘાસ ચારા ભેગી થાય. તો તંત્ર તાત્કાલિક દબાણ દૂર કરાવે, તાત્કાલિક જગ્યા ગૌચર ખુલી થાય. આવી ગૌચર જમીનોને ખાલી કરવી દબાણો દૂર કરાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.