રાપરના માંજુવાસથી મોમાયમોરા જતા માર્ગેથી 32 હજારના દારૂ સાથે એકની ધરપકડ

copy image

copy image

 રાપર ખાતે આવેક માંજુવાસથી મોમાયમોરા જતા માર્ગ પરથી 32 હજારના દારૂ સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રાપરના ખારસરમાં રહેનાર દીપક મોહન મકવાણા નામના શખ્સે દારૂ મંગાવી માંજુવાસથી મોમાયમોરા જતા માર્ગ પાસે બાવળની ઝાડીમાં ઉતારી અને પોતે ચોરી કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે  પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પરથી આ ઈશમને દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી કુલ રૂા. 32,090નો દારૂ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.