ખાવડાથી ભુજ તરફ આવી રહેલ ગાડીમાંથી આધાર-પુરાવા વગરના રૂા. 1.65 લાખના એલ્યુમિનિયમ વાયરના જથ્થા સાથે બેની ધરપકડ

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે પોલીસે  આધાર-પુરાવા વિનાના એલ્યુમિનિયમ વાયરનો રૂા. 1.65 લાખનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ખાવડાથી ભુજ તરફ આવી રહેલા મહિન્દ્ર લોડિંગ વાહનમાં વાયરનો જથ્થો ભરેલ છે જે ગેરકાયદેસર છે. મળેલ બાતમીના આધારે પોલીસે મહિન્દ્ર લોડિંગ વાહનમાં વાયરનો જથ્થો ભરીને આવતા બે શખ્સોને રોકાવી પૂછતાછ કરતાં તે બંને આર.ઈ. પાર્કમાંથી લઈ આવ્યા હોવાની કેફિયત આપી હતી. પોલીસે વાહન સહિત કુલ રૂા. 4.75 લાખના મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.