ગઢશીશા પોલીસ મથક વિસ્તારમાંથી રેતી ભરેલા ટ્રેક્ટર સાથે ચાલકની અટક

copy image

માંડવી ખાતે આવેક ગઢશીશા પોલીસ મથક વિસ્તારમાંથી રેતી ભરેલા ટ્રેક્ટર સાથે ચાલકને ઝડપી પાડવામાં આવેલ છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વાહન તપાસમાં રહેલી પોલીસે લક્ષ્મીનારાયણ મંદિર નજીક આવી રહેલા ટ્રેક્ટરને અટકાવી તેની તપાસ હાથ ધરી હતી જેમાં ત્રણ ટન રેતી ભરેલી મળી આવી હતી. આ રેતી અંગે પૂછતાછ કરતાં તેનો ચાલક આ માલ અંગે કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.