વાયોર પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ ડ્રાઇવ : PGVCL ની ટીમને સાથે રાખી કુલ-૧૩ અસામાજિક તત્ત્વોના વીજ કનેકશન ચેક કરાયા

આજરોજ વાયોર પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ આપવામાં આવેલ ડ્રાઇવ સબબ PGVCL ની ટીમને સાથે રાખી વાયોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ-૧૩ અસામાજિક તત્ત્વોના વીજ કનેકશન ચેક કરાવી જેમાં શરીર સંબંધી ગુના ઓમાં સંડોવાયેલા (૧) ગોવિંદ જાફર કોલી રહે. વાયોર, તા. અબડાસા (૨) રામા ઉર્ફે ભીખા ફકીરા કોલી રહે. ચરોપડી મોટી, તા. અબડાસા વાળાના ગે.કા.સર વીજ કનેકશન દૂર કરવામાં આવેલ તથા પ્રોહી બુટલેગર (૧) સુમિત ઉંમર કોલી રહે. વાયોર, તા. અબડાસા વાળાને રોકડ રૂપિયા.2500/- નો દંડ કરવામાં આવેલ તથા મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયલ (૧) પચાણ દેવાભાઇ મારવાડા રહે.ઉકિર, તા. અબડાસા (૨) હાજી હુસેન મીયાજી રહે. વલસરા, તા. અબડાસા વાળાના વીજ કનેક્શન ચેક કરાવી ગેરકાયદેસર વીજ કનેક્શન દૂર કરવાની તથા દંડ આપવા અંગેની કાર્યવાહી કરવામાં આવી.