“માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર રેતી ભરેલ ટાટા આઇવા પકડી ખાણ-ખનીજ વિભાગ તરફ મોકલી આપતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વાય.કે. પરમાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા,નવીનભાઇ જોષી, દિવ્યરાજસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહ રાઠોડ તથા ડ્રા. અશ્વીનભાઇ ગઢવીનાઓ માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન નવીનભાઈ જોષીનાઓએ ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, કુનરીયા ગામના બસ સ્ટેશન પાસેથી એક ટાટા આઇવા રેતી(ખનીજ) ભરી પસાર થવાનો છે અને તેની પાસે કોઇ રોયલ્ટી પાસ-પરમીટ નથી જે હકીકત આધારે વોચમાં હતા દરમ્યાન કુનરીયા ગામના બસ સ્ટેશન પાસે એક ટાટા આઇવા જેના રજી.નં. GJ 12 AZ 3554 વાળો આવતા તેને ઉભુ રખાવી ચેક કરતા ટાટા આઇવામાં રેતી આશરે ૨૦ ટન ભરેલ હોય જેથી વાહન ચાલક ભીમજી મગનભાઇ મહેશ્વરી રહે. ભારાપર તા.ભુજવાળા પાસે રોયલ્ટી પાસ-પરમીટ માગતા રોયલ્ટી પાસ-પરમીટ ન હોઇ જે અંગે ખાણ ખનીજ ધાર કલમ-૩૪ મુજબ વાહન ડીટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરી ટાટા આઇવા માધાપર પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી સારૂ સોંપવામાં આવેલ છે.