લખપતના મોજે- માલડોમાં સરકારી સ.નં.૪૩ વાળી જમીન એ.૧૩.૩૦ ગું. પર થયેલ દબાણ દૂર કરી ૪૫,૨૬,૪૦૦/- ની કિંમતની જમીન ખુલ્લી મુકાઈ

મોજે-માલડો, તા-લખપતના સરકારી સ.નં.૪૩ વાળી જમીન એ.૧૩.૩૦ ગું પર રમેશ આરબ કોલી, રહે.માલડો, તા-લખપત વાળા દ્વારા ખેડવાણ કરી એરંડાનું વાવેતર કરેલ તે બાબતે જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૧ તળે કેસ ચલાવી આજ રોજ ઉભા પાક સહિતનું ખેડાણ કરી દબાણ દૂર કરી સરકારશ્રીની જંત્રી મુજબ ૪૫,૨૬,૪૦૦/- ની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવેલ છે. આ કામગીરી શ્રી એસ.એ.ડોડીયા મામલતદાર-લખપત, શ્રી વાય.એચ.ગોહીલ (સર્કલ ઓફીસર-લખપત), શ્રી એમ.એસ.જોષી (નાયબ મામલતદાર, દબાણ) તથા પોલીસ સબ ઈન્સપેકટરશ્રી આર.બી.ટાપરીયા-દયાપર તથા શામળભાઇ ચૌધરી લખપત આઉટપોસ્ટ ઈ/ચા. પોલીસ સ્ટેશન તથા તેમની ટીમ આ કામગીરીમાં જોડાયા હતા.