લૂ લાગવાથી બચીએ: પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું

copy image

ઉનાળાની ઋતુ દરમિયાન હિટ વેવની સંભાવનાઓને જોતાં હિટ વેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે માર્ગદર્શિકા આપવામાં આવી છે. હિટ વેવથી બચવા માટે તકેદારીની પગલા અનુસરીએ.
શું કરવું : પૂરતું શુદ્ધ પાણી પીવું, ઓ.આર.એસ. લેવું, લચ્છી, ઘરે બનાવેલી છાશ, લસ્સી, લીંબુ પાણી સહિતના પીણાનો ઉપયોગ કરવો. હળવા રંગના ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા, શક્ય બને તો ઘરની અંદર રહેવું, તડકામાં બહાર જતી વખતે ગોગલ્સ, શુઝ કે ચપ્પલનો ઉપયોગ કરવો. માથાને ઢાંકવા ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો. વૃદ્ધો, બાળકો, બિમાર અથવા વધુ વજનવાળા લોકોએ ખાસ કાળજી રાખવી. સગર્ભા માતાઓએ તડકામાં ફરવું નહીં. માથાનો દુ:ખાવો, બેચેની, ચક્કર, ઉબકાં કે તાવ આવે તો તરત જ નજીકના દવાખાને કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવી. ગરમીમાં ભૂખ્યા ન રહેવું. નાગરિકોએ શક્ય હોય તો પશુ અને પક્ષીઓ માટે પાણીની પૂરતી વ્યવસ્થા કરવી.
શું ન કરવું : ગ્રામ્ય-શહેરી વિસ્તારમાં કોઈપણ પ્રકારના બાંધકામ બપોરે ભારે લૂ દરમિયાન બંધ રાખવા.
આ સમય દરમિયાન બિનજરૂરી રીતે બહાર ન ફરવું, પીક અવર્સ દરમિયાન રસોઈ ન કરો. રસોડામાં હવાની અવરજવર માટે દરવાજા કે બારીઓ ખુલ્લી રાખવી. આલ્કોહોલ, ચા કે કોફી અથવા કાર્બોરેટેડ સોફ્ટડ્રિંક્સ પીવાનું ટાળવું. ઉચ્ચ પ્રોટીન, મીઠું કે મસાલેદાર અને તેલયુક્ત ખોરાક લેવાનું ટાળવું. વાસી ખોરાક ન ખાવા માટે વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.