સગાઈ તોડી નાખવાની ધમકી આપી મંગેતરે સગીરા પર દુષ્કર્મ આંચર્યું હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો

copy image

સૂત્રો જણાવી રહ્યા છે સગાઈ તોડવાની ધમકી આપીને સગીરા સાથે મંગેતરે દુષ્કર્મ આંચર્યું હોવાનો બનાવ ભુજના બી-ડિવિઝન
પોલીસે ચોપડે ચડ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ગોઝારા બનાવ અંગે ભોગ બનનારની માતા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર આજથી ત્રણેક વર્ષ અગાઉથી તા. 26/2/25 સુધીના સમયગાળા દરમ્યાન આરોપી ધંધાર્થે ફરિયાદી પાસે રહેતો હતો અને તેની સગીરવયની દીકરી સાથે તેની સગાઈ કરવામાં આવી હતી. આરોપી ઈશમે સગાઈ તોડી નાખવાની ધમકી આપી, સગીરા સાથે બે વાર દુષ્કર્મ આંચર્યું હતું. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.