માધાપર કન્યા શાળામાં સંસ્કૃત પરીક્ષામાં ઉતીર્ણ બાળકોનો સન્માન કાર્યક્રમ યોજાયો


સીનીયર એડવોકેટ સ્વ. માધવજીભાઈ એમ પાલનની સ્મૃતિમ ફેબ્રુઆરી માસમાં લેવાયેલી સંસ્કૃત પરીક્ષામાં ઉતીર્ણ થયેલા બાળકોના સન્માનનો કાર્યક્રમ શ્રી માધાપર કન્યા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો.
પ્રબોધથી વિશારદ સુધીની આ પરીક્ષાનું બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ, અમદાવાદ દ્વારા દર વર્ષે આયોજન કરાય છે. ચાલુ વર્ષે ૧૦૩ પૈકી ૧૦૧ બાળકોએ ભુજના શારદા સંસ્કૃતિ ટ્રસ્ટ ખાતે સંસ્કૃતની પરીક્ષા આપી સો ટકા પરિણામ મેળવ્યું હતું. જેમાં સંસ્કૃત પ્રબોધમા હેત ચૌહાણ, પિહુ ચૌહાણ અને માન ખુંગલા, ઓમ પંડ્યા, પ્રવેશ પરીક્ષામાં દુર્ગા ચાવડા અને વીરેન્દ્ર રાઠોડ, હીર જોશી. હર્ષિત ચૌહાણ, પ્રવેશ પરીક્ષામાં દીપ્તાંશુ અન્સારી, રિદ્ધિ અન્સારી અને ખુશ્બુ વર્મા, ઝીલ ચાવડ. અને પ્રિન્સ ગુપ્તા, પ્રથમા પરીક્ષામાં પ્રિયાંશી ચૌહાણ, દક્ષા ડાંગર અને નંદની ટાંક, પરિમિતિ મિસ્ત્રી, મધ્યમા પરીક્ષામાં સ્વરા માહેશ્વરીએ અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક હાંસલ કર્યા હતા.
ઉતીર્ણ તમામ વિદ્યાર્થીઓ સાથે બે સંસ્થા, માધપર કન્યા શાળા અને કુકમાના એજ્યુવેશન સેન્ટરનું સન્માન કરતા શારદા સંસ્કૃતિ ટ્રસ્ટના ડૉ પૂર્વીએ જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિને શબ્દોમાં રજૂ કરતી શ્રેષ્ઠ ભાષા સંસ્કૃત છે. કારણ કે આપણા શાસ્ત્રો પુરાણો સંસ્કૃતમાં લખાયેલા છે. જે ભારતના ગૌરવપ્રદ પાસાને રજૂ કરે છે. આપણે જ આપણી ભાષાનું મહત્વ સમજી આ પ્રવાહને આગળ લઈ જવા પરમાર્થ દાખવવું પડશે રોગાન આર્ટિસ્ટ દંપતી આશિષ કંસારા અને કોમલ કંસારા, શાળા આચાર્ય નેહાબેન મહેતા, એજ્યુવેશન સેન્ટરના કલ્પેશ પરમાર મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તથા કાર્યક્રમના મુખ્ય દાતા મૂળ કચ્છન. હાલે મુંબઈ રહેતા એડવોકેટ અને સોલીસિટર પ્રવિણભાઈ વીરાએ જ્ઞાન અને ધર્મનો સ્ત્રોત સમાન સંસ્કૃત ભાષાને જીવંત રાખવા પ્રયાસરત વિધાર્થી, પ્રચારકો અને સંસ્થાને શુભેચ્છા પાઠવી હતી. સંચાલન હેતલબેન દેરાસરીએ અને આભારવિધિ ડો. પલ્લવીબેન સંઘવીએ કરી હતી.