“વિશ્વ હોમિયોપેથી” દિવસ નિમિત્તે ભુજમાં મેગા હોમિયોપેથી આયુષ નિદાન અને સારવાર કેમ્પ યોજાશે
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ તથા આયુર્વેદ શાખા ભુજ દ્વારા ૧૦/૦૪/૨૦૨૫, ગુરુવારના રોજ “વિશ્વ હોમિયોપેથી “ દિવસ નિમિત્તે તર્પણેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે સવારે ૯:૦૦ થી બપોરના ૧:૦૦ વાગ્યા દરમિયાન વિનામૂલ્યે હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ સાથે હોમિયોપેથી પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પાચનતંત્ર, ચામડીના રોગો, સ્ત્રી રોગ, વંધ્યત્વ, આધાશીશી, વાળનાં રોગ, શ્વસનતંત્રના રોગ જેવા તમામ રોગોની હોમિયોપેથી પધ્ધતિથી નિદાન અને સારવાર કરવામાં આવશે. તેમજ ડાયાબીટીસ ઓ.પી.ડી., બાળરોગ ઓ.પી.ડી., દંતરોગ ઓ.પી.ડી.ની સારવાર સાથે રોગપ્રતિકારક શક્તિવર્ધક ઔષધીનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે. તેમ વૈધ પંચકર્મ વર્ગ-૧ સરકારી આયુર્વેદ હોસ્પિટલની અખબારયાદીમાં જણાવવામાં આવ્યું છે.