મુંદ્રાના છસરામાં 22 વર્ષીય યુવા પરિણીતાનો આપઘાત
copy image

મુંદ્રા ખાતે આવેલ છસરામાં 22 વર્ષીય યુવા પરિણીતાએ ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદ્રાના છસરામાંશાંતિબેન દિલીપભાઇ રબારી નામના યુવા પરિણીતાએ કોઈ અકળ કારણોસર પોતાનાં ઘરના બાથરૂમમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.