મુંદ્રાના મોટા કાંડાગરાની લેબર કોલોનીમાં 22 વર્ષીય યુવાનનો આપઘાત

susaid

copy image

copy image

મુંદ્રા તાલુકાનાં મોટા કાંડાગરાની લેબર કોલોનીમાં પંજાબના 22 વર્ષીય યુવાને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદ્રા ખાતે આવેલ મોટા કાંડાગરામાં આવેલી લેબર કોલોનીમાં રહેતા મૂળ પંજાબ લુધિયાણાના  ધીરજકુમાર નામના  22 વર્ષીય યુવાનએ સવારના અરસામાં કોઇ અકળ કારણોસર પંખામાં કાપડ વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.