ગુજરાત ગ્લોબલ હોમિયોપેથીક બંધુત્વને વિશ્વ હોમિયોપેથી દિવસ 2025 પર એકસાથે

“એક સંમેલન સોવેનિર, 8 પુસ્તકો, સીસીઆરએચ લાઇબ્રેરી અને હોમિયોપેથી આર્કાઇવ્ઝના ઇ-પોર્ટલ અને ડ્રગ પ્રોવિંગ પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ રજૂ કરવામાં આવી.”
“ગુજરાતનું પાટનગર ગાંધીનગર હોમિયોપેથીના સૌથી મોટા સંમેલન સાથે આજે હોમિયોપેથ એકેડેમિશિયનો, વિદ્વાનો, ક્લિનિશિયન્સ, વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓને આવકાર્યા હતા “
“વિશ્વ હોમિયોપેથી દિવસ 2025 એ ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે વૈશ્વિક હોમિયોપેથી બંધુત્વને એકસાથે લાવ્યું, કારણ કે તેઓ હોમિયોપેથીના સ્થાપક ડૉ. સેમ્યુઅલ હેનિમેનની 270મી જન્મજયંતિની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા. ભારત સરકારના આયુષ મંત્રાલયના નેજા હેઠળ, નેશનલ કમિશન ફોર હોમિયોપેથી (NCH) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી (NIH)ના સહયોગથી સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી (CCRH) દ્વારા આયોજિત, વિશ્વ હોમિયોપેથી દિવસ 2025 હોમિયોપેથીની વૈશ્વિક અસર, પ્રગતિ અને આધુનિક આરોગ્યસંભાળમાં તેના એકીકરણને પ્રોત્સાહન આપવામાં એક પ્રભાવશાળી પગલું છે.”
‘હોમિયોપથીમાં એજ્યુકેશન, પ્રેક્ટિસ એન્ડ રિસર્ચ’ વિષય પર ભાર મૂકીને આ કાર્યક્રમમાં વિશ્વના વિવિધ ભાગોમાંથી 8,000થી વધુ લોકોએ હાજરી આપી હતી. સંયુક્તપણે મગજવલોણાના સત્રો, પેનલ ડિસ્કશન, પ્રદર્શનો અને પેપર પ્રેઝન્ટેશન સાથે આ સંમેલને સંશોધન અને વિકાસના નવીનતમ પ્રયાસો, વિવિધ ક્લિનિકલ સંશોધનો, પ્રકાશનો અને તેની વૈશ્વિક પહોંચ પર પ્રકાશ પાડ્યો હતો. તે દર્શાવે છે કે કેવી રીતે સમુદાય આઉટરીચ કાર્યક્રમોએ વિવિધ સ્તરે વ્યક્તિઓને સાજા કરવામાં મદદ કરી છે.
“બે દિવસીય આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું અને તેમાં આયુષ મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. ગુજરાતના માનનીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, આયુષ મંત્રાલયના સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથીના ડાયરેક્ટર જનરલ ડૉ. સુભાષ કૌશિક, નેશનલ કમિશન ફોર હોમિયોપેથીના ચેરપર્સન ઇન્ચાર્જ ડૉ. પીનાકીન એન. ત્રિવેદી, એનસીએચ ખાતે હોમિયોપેથી એજ્યુકેશન બોર્ડના પ્રમુખ ડૉ. તારકેશ્વર જૈન, એનઆઈએચના ડાયરેક્ટર ઇન્ચાર્જ ડૉ. પ્રલય શર્મા, ભારત સરકારના આયુષ મંત્રાલયના સલાહકાર (હોમિયોપેથી) ડૉ. સંગીતા એ. દુગ્ગલ તેમજ આયુષ મંત્રાલય અને ગુજરાત સરકારના વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.”
રિપોર્ટ બાય : અશ્વિન લિંબાચિયા, અમદાવાદ