સાત વર્ષ અગાઉ અંજારના રાપર મધ્યે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં પિતા-પુત્રનું મોત નિપજાવવાના પ્રકરણમાં વળતર પેટે 42 લાખ ચૂકવવાનો આદેશ

 સૂત્રો જણાવી રહ્યા છે સાત વર્ષ અગાઉ અંજારના રાપર મધ્યે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં પિતા-પુત્રનું મોત નિપજાવ્યાના પ્રકરણમાં બનાવમાં વળતર પેટે રૂા. 42,79,750 ચૂકવવા કોર્ટે આદેશ જાહેર કર્યો છે. આ અંગે વર્તુળોમાંથી વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 14/7/17ના અંજારના રાપરના બસ સ્ટેશન નજીક ટ્રેકટરના ચાલકે ગલફતભરી રીતે વાહન ચલાવી રાપરના હરેશ ભીમાભાઈ ડાંગર તથા ભીમાભાઈ આશા ડાંગરને અડફેટે લેતા આ બંનેના મોત થયા હતા.  આ બનાવ અંગે  તેમના વારસદારોએ એક્સિડન્ટ કલેઈમ ટ્રિબ્યુનલ અંજાર સમક્ષ વળતર મેળવવા જુદી જુદી અરજી દાખલ કરતાં કોર્ટે અરજી મંજૂર કરી વ્યાજ સહિત રૂા. 34,40,750 તથા રૂા. 8,39,000 ચૂકવવાનો આદેશ જાહેર કર્યો હતો.