વાયોર પોલીસ સ્ટેશન વિસ્તારની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના એમ પ્લસ સોલાર પ્લાન્ટમાંથી કોપર કેબલ વાયરની ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી વાયોર પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી,પશ્ચિમ કચ્છ-ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી.ભગોરા સાહેબ નખત્રાણા વિભાગના નખત્રાણા દ્વારા મિલકત સબંધી નોંધાયેલ અનડિટેક્ટ ગુન્હાઓનું શોધન કરવા તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચનાઓ કરવામાં આવેલ હોય.
જે અનુસંધાને વાયોર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૧ ૨૫૦૦૫૨/૨૦૨૫ BNS કલમ-૩૦૩(૨) મુજબના કામે અલ્ટ્રાટેક કંપનીમાં આવેલ એમ પ્લસ સોલાર પ્લાન્ટમાંથી કિંમત રૂપીયા.૩૪૫૬૦/- ના કોપર કેબલ વાયરની ચોરી થયા અંગેનો ગુનો નોંધાયેલ જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ-કચ્છ ભુજનાઓએ સદર ગુનોમાં ગયેલ મુદ્દામાલ સાથે આરોપી રફિક સિધિક ફકિર ઉ.વ.૨૫ રહે. ખરોડા, તા.લખપત-કચ્છ વાળાને પકડી અત્રેના વાયોર પોલીસ સ્ટેશન વધુ તપાસ માટે સોંપતા સદર ગુનામાં અન્ય ત્રણ આરોપીઓ સંડોવાયેલ હોય જેથી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ વાયોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર વી.એમ.ઝાલા સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. રવિન્દ્રસિંહ એલ. સોઢા તથા પો.હેડ કોન્સ. ભરતભાઇ ચાવડા તથા પો.કોન્સ. વિક્રમભાઇ ચૌધરી નાઓએ સદર ગુના કામે નાસતા ફરતા આરોપીઓ પૈકી ઇકબાલ અદ્રેમાન ફકિર તથા ઇસ્માઇલ ઇશા ફકિરા રહે.ખરોડા, તા.લખપત-કચ્છ વાળા હાલ ટ્રાન્સપોર્ટ નગર બાજુ હાજર હોવાની બાતમી હકિકત આધારે તરત જ વર્ક આઉટ કરી ટ્રાન્સપોર્ટ નગર જઈ તપાસ કરતા સદર ગુનાના પકડવાના બાકી આરોપીઓ (૧) ઇકબાલ અદ્રેમાન ફકીર ઉ.વ.૨૩ રહે.ખરોડા, તા.લખપત-કચ્છ તથા (૨) ઇસ્માઇલ ઇશા ફકીર ઉ.વ.૩૬ રહે. ખરોડા, તા.લખપત-કચ્છ વાળાઓને મળી આવતા પકડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ,સરનામું:-
(૧) ઇકબાલ અદ્રેમાન ફકીર ઉ.વ.૨૩ રહે.ખરોડા, તા.લખપત-કચ્છ
(૨) ઇસ્માઇલ ઇશા ફકીર ઉ.વ.૩૬ રહે. ખરોડા, તા.લખપત-કચ્છ
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
ઉપરોક્ત કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન.ચુડાસમા નાઓના સંકલનમાં રહી વાયોર પો.સ્ટે. ના ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટરશ્રી વી.એમ.ઝાલા તથા એ.એસ.આઇ. રવિન્દ્રસિંહ સોઢા તથા પો.હેડ કોન્સ. ભરતભાઇ ચાવડા તથા પો.કોન્સ. વિક્રમભાઇ ચૌધરી નાઓ દ્વારા કરવામાં આવેલ છે.