જુગારનો ગણનાપાત્ર કેશ શોઘી કાઢતી આદિપુર પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પ્રોહી-જુગારની પ્રવુતિઓ નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા પો.ઇન્સ.શ્રી એમ.સી.વાળા સાહેબનાઓના માર્ગદર્શન મુજબ આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા ત્યારે મળેલ બાતમી હકીકત આધારે વોર્ડ ૩/બી વિસ્તારમાં આવેલ પ્લોટ નં-૫૦૦વાળા મકાનમાં ગંજીપાના વડે રૂપીયાની હાર જીતનો જુગાર રમતા નીચે મુજબના આરોપીઓને પકડી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીઓના નામ :
(૧) ઓમપ્રકાશ માનમલ તંવર ઉ.વ.૫૪ રહે. રામેશ્વરનગર શીણાય તા.ગાંધીઘામ
(૨) સુભાષ બ્રીજલાલ શર્મા ઉ.વ.૫૯ રહે.વોર્ડ-૪/બી આદીપુર તા.ગાંધીધામ
(૩) નાશીર હફીજ કુરેશી ઉ.વ.૪૨ રહે. સેકટર-૦૫ ગાંધીધામ
(૪) કમલ રામચંદ શીવદાશાની ઉ.વ.૬૬ રહે. સપનાનગર ગાંધીધામ
(૫) હનીફ હાજી મોહમદ મેમણ ઉ.વ.૬૩ રહે. સેકટર-૦૧ ઓસ્લો ગાંધીધામ
(૬) તુલશી હેમનદાશ આબનાણી ઉ.વ.૫૯ રહે. અપનાનગર ગાંધીધામ
(૭) ઘર્મેન્દ્રસિંહ દોલતસિંહ છછટીયા ઉ.વ.૫૯ રહે. વોર્ડ-૩/બી આદીપુર
કબ્જે કરેલ મુદામાલની વિગત :
(૧) રોકડા રૂપિયા- રૂ।. ૬૬,૩૪૦/-
(૨) વાહન-૦૬ કીરૂ.૬,૭૫,૦૦૦/-
(૩) મોબાઇલ નંગ-૦૫ કીરૂ. ૪૨,૦૦૦/-
(૪) ગંજીપાના નંગ.૫૨ કિ.રૂા.૦૦/૦૦
એમ કુલ કિ. ૭,૮૩,૩૪૦/-
આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી એમ.સી.વાળા સાથે આદીપુર પોલીસ સ્ટાફ દ્રારા સફળ કામગીરી કરવામાં આવેલ છે.