દરરોજ છ થી સાત રોમાંચક મેચો, ઉત્સાહ અને રોમાંચ માટે લાઇવ દર્શન સાંસદ કિકેટ ટુર્નામેન્ટ સીઝન – ૩

20250410_235122

કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ૫૨૦ થી વધુ ટીમોને ત્રણ માસના સમયગાળા
દરમ્યાન રમાડી લીમકા બૂક ઓફ વર્લ્ડ માં સૌથી મોટી ઓપન ડે – નાઇટ ટુર્નામેન્ટ માં રેકોર્ડ બનાવવા તરફ
અગ્રેસર છે. ખેલાડીઓ નો ખેલ પ્રત્યે ની ભાવના – દર્શકો તરફ થી મળતું પ્રોત્સાહન અને આયોજકો તરફ થી
વ્યવસ્થા નો અદ્દભુત સંગમ જોવા મળે છે.
આ સાથે તારીખ ૧૦/૦૪/૨૦૨૫ના છત્રીસમાં દિવસ ની પ્રથમ ક્રિકેટ મેચ પચ્છમ ઇલેવન દિનારા અને જય
માતાજી ઇલેવન રામપર વચ્ચે રમાઇ જેમાં પચ્છમ ઇલેવન દિનારા ની જીત થઇ હતી. બીજી મેચ વિકટોરીયા ઇલેવન
ભુજ અને SM વોરીયર્સ ઇલેવન વચ્ચે રમાઇ SM વોરીયર્સ ઇલેવન ટીમ વિજેતા થઇ હતી. ત્રીજી મેચ ચાવડા ઇલેવન
ગ્રંથ અને માં મોમાય ઇલેવન ઉમરસર વચ્ચે રમાઇ હતી. જેમાં માં મોમાય ઇલેવન ઉમરસર વિજેતા થઇ હતી. ચોથી
મેચ મેઘનાથ ઇલેવન વેસલપર અને કીંગ વોરીયર્સ પલીવાડ વચ્ચે રમાઇ જેમાં કીંગ વોરીયર્સ પલીવાડ ની જીત થઇ
હતી. પાંચમી મેચ રાઇડર કીંગ ઇલેવન અને અર્જુન ઇલેવન વચ્ચે રમાઇ જેમાં અર્જુન ઇલેવન ટીમ વિજેતા થઇ હતી.
છઠ્ઠી મેચ ટાઇગર ઓફ વિનોદ ચાવડા ઇલેવન ભુજ અને સ્માર્ટ ઇલેવન ભુજ વચ્ચે રમાઇ જેમાં ટાઇગર ઓફ વિનોદ
ચાવડા ઇલેવન ટીમ ની જીત થઇ હતી. સાતમી મેચ અમન ઇલેવન ભુજ અને વિલેજ પાવર કુરબઇ વચ્ચે રમાઇ જેમાં
અમન ઇલેવન ભુજ ની જીત થઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી.
આ મેચ દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા દરરોજ સર્વશ્રી જુરી કમિટીના સભ્યો વિગેરે હાજર રહ્યા હતા.