ભુજ શહેર બી.ડિવીઝન વિસ્તારમાં ગુન્હા આચરનાર ઇસમોના ગેર કાયદેસર વીજ જોડાણ વિરુધ્ધ કોમ્બિંગની કાર્યવાહીનું આયોજન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
મહેરબાન પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધીકારીશ્રી વિકાસ સહાય સાહેબ ગુજરાત રાજ્ય ગંધીનગરનાઓ દ્વારા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી તેઓ વિરુધ્ધ કડકમા કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ,ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન આધારે ભુજ બી ડી.વી પો.સ્ટે વિસ્તારમા શરીર સંબંધીત તથા મિલકત સબંધીત ગુનાઓ તેમજ પ્રોહી-જુગારની ગેર કાયદેસર પ્રવૃત્તી આચરતા અસામાજીક તત્વો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચનો આપેલ હોય
જે અન્વયે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી જે.કે.મોરી સાહેબના માર્ગદર્શન હેઠળ, ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમા શરીર સંબધી /પ્રોહિબીશન ના આરોપીઓને ચેક કરવા ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમ બનાવેલ તથા પી.જી.વી.સી.એલના અધીકારી કર્મચારીને સાથે ગેર કાયદેસર વીજ જોડાણ હોય તેવા ઇશમોના વીજ કનેકશન કાપી નીચે મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
ઉપરોક્ત કામગીરી પોલીસ ઇન્સપેક્ટરશ્રી જે.કે. મોરી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ જે.એસ.પરમાર તથા બી.ડીવી.પોલીસ સ્ટાફ તથા પી.જી.વી.સી.એલ ના સ્ટાફ ના માણસોએ જોડાઇને સફળ કામગીરી કરેલ.