રેપ કેસની બીક બતાવી બળજબરીપુર્વક મકાનના ઓરીઝનલ દસ્તાવેજ તથા ફોરવ્હીલર ગાડી પડાવી લેનાર આરોપીઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી : ગણતરીના કલાકોમાં ચાર આરોપીઓને પોલીસે દબોચ્યા

ફરીયાદીને રેપ કેસની બીક બતાવી બળજબરીપુર્વક મકાનના ઓરીઝનલ દસ્તાવેજ તથા ફોરવ્હીલર ગાડી પડાવી લેનાર આરોપીઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં ચાર આરોપીઓને ઝડપી પાડતી મુંદરા પોલીસ
આ કામના ફરીયાદી વિરૂધ્ધમાં મુંદરા પોલીસ સ્ટેશનમાં અરજી થયેલ હતી.જે બાબતે આરોપીઓને કોઇપણ રીતે જાણ થતા આરોપી મુસ્તાક અલારખીયાએ ફરીયાદીનો સામેથી સંપર્ક કરી ફરીયાદી વિરુધ્ધની અરજી અંગે મીડીયામાં ન આવે તેમજ ફરીયાદીને રેપ કેસ તથા પોલીસ ની બીક બતાવી આ બાબતે સમાઘાન કરવું હોય તો આરોપી શકીલ ધુઈયા તથા વકીલ એમ.એચ.ખોજા કરાવી આપશે તેવો જાંશો આપેલ.એટલે ફરીયાદી તેમની વાતમાં આવી જઇ કેસના ડરથી આરોપી શકીલની સહારા ફાયનાન્સ નામની ઓફીસ પાવાપુરી ખાતે આવેલ છે ત્યાં ગયેલ.ત્યાં ચારેય આરોપીઓએ અગાઉથી કાવતરૂ રચી ફરીયાદીને રેપની ફરીયાદનો ડર બતાવી સ્વીફટ ડીઝાયર કાર જેની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા ફરીયાદીનુ મકાન કિ.રૂા.૩૦,૦૦,૦૦૦/- વાળાના ઓરીઝનલ દસ્તાવેજ બળજબરી પુર્વક કઢાવી લીધેલ. જે અંગે ફરીયાદીએ મુંદરા પોલીસનો સંપર્ક કરતા મુંદરા પોલીસએ ત્વરીત કાર્યવાહી કરી ગુનો દાખલ કરેલ.અને આ બાબતે આરોપીઓની તપાસ કરવા મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરશ્રી આર.જે.ઠુંમર નાઓએ અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની તપાસ શોધખોળ કરી નીચે મુજબના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ-સરનામા:-
(૧) મોહમદ શકીલ યાકુબ ધુઈયા ધંધો-વેપાર રહે.મુસ્લીમ વાસ,બારોઇ તા.મુંદરા-કચ્છ
(૨) મહમદરફીક હાજી ખોજા રહે.કામડીયા શેરી, મુંદરા-કચ્છ હાલરહે.પ્રમુખસ્વામીનગર,ભુજ-કચ્છ
(૩) હીમાંશુ નવીનભાઈ મકવાણા ધંધો-બ્રોકરેજ રહે.મૈત્રી કોમ્પલેક્ષ,બારોઇ રોડ, મુંદરા-કચ્છ
(૪) મુસ્તાક અલારખીયા હાલા ધંધો-કચ્છ ઉજાગર ન્યુઝ સહતંત્રી,પત્રકાર રહે.કોડાય તા.માંડવી-કચ્છ
આ કામેના આરોપીઓ આવા પ્રકારના બીજા પણ ગુનાઓ કરેલ હોવાની શકયતાને નકારી શકાય તેમ ન હોઇ મજકુર આરોપીઓ પાસે જો કોઇ નાગરીકોએ મકાન,પ્લોટ,વાહન,દાગીના ગીરવે મુકેલ હોય,વ્યાજે રૂપીયા લીધેલ હોય, બેંકોના કોરા ચેક ગીરવે મુકેલ હોય કે અન્ય કોઇ મિલ્કત ગીરવે મુકેલ હોય કે અન્ય કોઇ રીતે ધાકધમકી કરતા હોય કે આવા પ્રકારના કોઇપણ ગુનાઓ કરી રૂપીયા કે અન્ય મિલ્કત પડાવી લીધેલ હોય તો મુંદરા પોલીસનો સંપર્ક કરવા મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરશ્રી આર.જે.ઠુંમર નાઓએ અપીલ કરેલ છે.