માંડવી પો.સ્ટે વિસ્તારમાં ગુન્હા આયરનાર ઇસમો ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરતી માંડવી પોલીસ

મહેરબાન પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી વિકાસ સહાય સાહેબ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી તેઓના વિરુધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સારુ સુચનાઓ આપેલ હોય જે અનવ્યે મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્વિમ કચ્છ ભુજ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓના સુચન અને માર્ગદર્શન હેઠળ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબધીત તથા મિલ્કત સંબધીત ગુનાઓ તેમજ પ્રોહી/જુગારની ગેરકાયદેસરની પ્રવ્રુતી આચરતા અસામાજીક તત્વો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર સી.વાય.બારોટ સાહેબના નેત્રુત્વ હેઠળ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમા શરીર તથા મિલ્કત સંબધીત ગુનાઓ તેમજ પ્રોહી/જુગાર ના આરોપીઓને ચેક કરવા પી.જી.વી.સી.એલ ના અધિકારી/કર્મચારીઓને સાથે રાખી કોમ્બીંગનું આયોજન કરી નીચેની વિગતે કામગીરી કરવામાં આવેલ.
