ભુજ શહેર એ ડિવિજન પોલીસ સ્ટેશનના ખૂનની કોશીશના ગુનામા નાસતા-ફરતા આરોપીને રાજકોટ શહેર ખાતેથી પકડી પાડતી એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભુજ

અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, એ.ટી.એસ. ગુ.રા. અમદાવાદ નાઓનાં માર્ગદર્શન હેઠળ પેરોલ, ફર્લો, વચગાળા જામીન ફરારી, જેલ ફરારી તથા નાસતા-ફરતા આરોપીઓને પકડવા જણાવેલ હોઈ જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં પેરોલ, ફર્લો, વચગાળા જામીન ફરારી, જેલ ફરારી તથા નાસતા-ફરતા આરોપીઓને પકડવા એસ.ઓ.જીનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવી નાઓએ તાબાના કર્મચારીઓને સુચના આપેલ હોઈ, જે અન્વયે એસ.ઓ.જી.સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.

દરમ્યાન તા.૧૦/૦૪/૨૦૨૫ નાં રોજ એસ.ઓ.જીનાં એ.એસ.આઈ નરેન્દ્રસિંહ ઝાલાનાઓને હકીકત મળેલ કે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૩૨૭/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૧૦૯, ૧૧૫(૨), ૨૯૬(ખ), ૩૫૧(૨), ૫૪ મુજબના ગુના કામેનો નાસતો-ફરતો આરોપી ભાવેશગીરી રેવાગીરી ગૌસ્વામી રહે-સુખપર તા.ભુજ વાળો હાલમાં રાજકોટ શહેર ખાતે હાજર હોવાની સચોટ બાતમી હકીકત મળતા તાત્કાલિક એસ.ઓ.જીની એક ટીમને ભુજથી રાજકોટ ખાતે જવા રવાના કરેલ અને રાજકોટ શહેર ખાતે પહોચી તાત્કાલિક વર્કઆઉટ કરી રાજકોટ શહેરનાં રૈયા રોડ, સેલસ હોસ્પિટલ પાસે વોચમાં હતા દરમ્યાન આરોપી હાજર મળી આવતા હસ્તગત કરી ભુજ શહેર એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે લાવી ગુના કામે અટક કરેલ છે.

→ પકડાયેલ નાસતા-ફરતા આરોપીનું નામ ભાવેશગીરી રેવાગીરી ગૌસ્વામી રહે-સુખપર તા.ભુજ

  • કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ

એસ.ઓ.જીનાં પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એન.ડી.જાડેજા, તથા એ.એસ.આઈ.નરેન્દ્રસિંહ જાડેજા, તથા પો.હે.કો. રઝાકભાઈ સોતા ડ્રા.પો.હે.કો મહિપતસિંહ સોલંકીનાઓ જોડાયેલ હતા.