ભુજ નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી શુરૂ કરવામાં આવી


ભુજ નગરપાલિકા દ્વારા હાલ છેલ્લા ૦૮ – ૧૦ દિવસ થી ઢોર પકડવાની કામગીરી શુરૂ કરવામાં આવી છે, ત્યારે રોજબરોજ શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ઢોર પકડીને શ્રી અખિલ ગૌશાળા પાંજરાપોળ, કચ્છ યુવા સંઘ ના સહયોગ થી ભુજ તાલુકાના હદ વિસ્તારમાં આવેલ જુદી જુદી પાંજરાપોળમાં મુકવામાં આવેલ છે તથા આ કામગીરી ભુજ નગરપાલિકા દ્વારા ચાલુમાં જ રહેશે.
આથી શહેરના તમામ ઢોર માલિકોને પોતાના ઢોર પોતાની માલિકીની જગ્યા પર રાખવા તેમજ ખુલ્લામાં ના છોડવાની સુચના આપવામાં આવે છે.