કટારિયાના સીમ વિસ્તારમાં પૈસા મામલે ટ્રક ચાલક પર છરીથી હુમલો કરનાર શખ્સને પોલીસે દબોચ્યો
copy image

ભચાઉ ખાતે આવેલ કટારિયાના સીમ વિસ્તારમાં પૈસા મામલે ટ્રક ચાલક ઉપર છરીથી હુમલો કરનાર શખ્સને પોલીસે દબોચી લીધો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી-સામખિયાળી ધોરીમાર્ગ ઉપર યુપી બિહાર હોટેલની સામે રાતના અરસામાં આ મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં જમવાના પૈસા આપવા બાબતે બોલાચાલી કર્યા બાદ આરોપી શખ્સે ફરિયાદીના ગળાના ભાગે ચપ્પુથી હુમલો કરી દીધો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ ગુના કામેના આરોપીને દબોચી લીધો હતો.